GPSCની પ્રિલિમ પરીક્ષાના અભ્યાસક્રમને મોટા સમાચાર આવ્યા સામે
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતીની તૈયારી કરતા એસ્પીરન્ટ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે, આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા કરવાના હેતુથી હવેથી તમામ ભરતીઓ માટે એક જ ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ રહેશે.રાજ્યમાં GPSC દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ 1-2 અને 3ની વિવિધ ભરતીની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ-અલગ હતો. જેને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા ઉમેદવારોને પરીક્ષામાં વધુ સરળતા રહે તે માટે GPSCની તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ એક જ ‘સામાન્ય અભ્યાસ’નો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. ‘સામાન્ય અભ્યાસ’ વિષયનો નવો અભ્યાસક્રમ GPSCની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી મળી રહેશે.