ગાંધીનગર

બિનઅધિકૃત ખનીજ વહન કરતાં વાહનો સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરતાં દહેગામ મામલતદાર

કલેકટર ગાંધીનગર દ્વારા જિલ્લામાં ખનીજ ચોરી કરતા ઇસમોને રોકવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પગલે ભૂસ્તરની ટીમ દ્વારા તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જ રહી છે, પણ સાથે સાથે વહીવટી તંત્ર પણ ખૂબ સજાગ બન્યું છે. જેના ભાગરૂપે દેહગામ મામલતદારશ્રી દ્વારા પણ આકસ્મિક તપાસ હાથ ધરી પરવાનગી વિનાની સાદી રેતી ખનીજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન તા.૧૭/૦૧/૨૦૨૫ ના રોજ સાદીરેતી તથા સાદીમાટી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ ૦૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં કલોલ તાલુકાનાપલીયડ પાસેથી ડમ્પર નં. AS-02-DC-7578 માં સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ કરતા ૧૨.૨૯ મેં. ટન વધુ વહન કરતા તથા ગાંધીનગર તાલુકાના પાસેથી ડમ્પર નં. GJ-13-AW-6826 માં સાદીમાટી ખનિજના રોયલ્ટી પાસ કરતા ૦૬.૧૨ મેં. ટન વધુ વહન કરતા, અને કલોલ તાલુકાના મુલસાણા પાસેથી ડમ્પર નં- GJ-24-X-6828માં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ વગર ૨૮.૭૨ મેં. ટન બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે.

કલેક્ટરશ્રી, ગાંધીનગરની સંબધિત કચેરીના વડાઓને તેઓના કાર્યક્ષેત્રમાંથી ખનીજ ચોરી ન થાય તે માટે આપેલ સુચના અન્વયે મામલતદારશ્રી દહેગામ દ્વારા નારણાવટ, તા.દહેગામ ખાતે આકસ્મિક તપાસ કરતા સ્થળે બિનઅધિકૃત સંગ્રહ કરેલ સાદીરેતી ખનિજનો જથ્થો કોઈ પરવાનગી મેળવ્યા વિના બિનઅધિકૃત સંગ્રહ કરેલ સ્થળેથી મળી આવ્યો હતો. ઉપરાંત નંબર પ્લેટ વિનાનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર, નંબર પ્લેટ વિનાનું ટર્બો ટ્રક, નંબર પ્લેટ વિનાનું જે.શી.બી. મશીન પકડી જપ્ત કરવામાં આવ્યું છે. બિનઅધિકૃત સંગ્રહ કરેલ સાદીરેતી ખનિજના વિસ્તારના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આમ, કુલ ૦૬ વાહનો/મશીનની આશરે કુલ ૧.૦૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરેલ વાહનો/મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x