લાલ દરવાજા પાસેથી ગુજરાત ATSએ 27 લાખનું એમડી ડ્રગ્સ કર્યું કબજે
ગુજરાત ATS એ અમદાવાદના લાલ દરવાજા પાસેથી રૂપિયા 27 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. ગુજરાત ATS એ અમદાવાદના ડ્રગ્સ પેડલર ફરજાન શેખ નામના વ્યક્તિની પણ ધરપકડ કરી લીધી છે. ગુજરાતમાંથી અત્યાર સુધીમાં કરોડોનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. ત્યારે હવે અમદાવાદમાંથી પણ લાખો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે, આ પહેલા આરોપી ફરજાન શેક 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો. અત્યારે પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહીં છે. આ સાથે ડ્રગ્સ સપ્લાયમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે? તેની પણ તપાસ કરવામાં આવી રહીં છે.