શપથ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન..
અમેરિકાના 47મા પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આજે શપથ લેવાના છે ત્યારે એના પહેલાં જ તેમણે એક મોટું એલાન કરતાં કહ્યું હતું કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે વર્ષથી ચાલતા યુદ્ધના અંત બાદ હવે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજા વિશ્વયુદ્ધ વિશે આશંકાઓ વચ્ચે કહ્યું કે હું આવું નહીં થવા દઉં. હું મધ્યપૂર્વમાં અરાજકતાનો અંત લાવીશ. આ સાથે તેમણે એક સંપ્રભુ દેશ અને સરહદે નિયંત્રણો લાગુ કરવાનું આહ્વાન કર્યું. આ સાથે ગેરકાયદે વિદેશીઓ અને પ્રવાસી ક્રિમિનલ્સને અમેરિકામાંથી તગેડી મૂકવાની વાત કહી હતી.