અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ
અમદાવાદ :
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહ્યા છે. દાણીલીમડા પોલીસ સ્ટેશનના ત્રાસથી એક વૃદ્ધ પરિવાર ઉપવાસ ઉપર બેઠો છે. ત્યારે હાજી આ વિવાદ તો શમ્યો નથી ત્યાં વધુ એક આક્ષેપિત વિવાદ સામે આવી રહ્યો છે. વાત એમ છે કે ગીતામંદિર એસટી બસસ્ટેન્ડમાં આવેલા મોબાઇલ કોમ્પલેક્ષમાં ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. પહેલા અહીંના જ વેપારીઓ આ ઓડિયો ક્લીપ બાબતે પીઆઇ વસાવા પર આક્ષેપ કરતા હતા.પણ હવે વેપારીઓ બોલવા તૈયાર નથી. ઓડિયો ક્લીપમાં વેપારી પક્ષના બે લોકો વાતો કરે છે. જેમાં પીઆઇ વસાવા માર્કેટમાં કોઇનો ટેમ્પો ઊભો રાખવા નહી દે અને કામ પણ નહિ કરવા દે.
૨ લાખ આપવા પડશે આખરે પીઆઇને વેપારીઓ હાથ જોડી કર ગર્યા એટલે પીઆઇ ઓછા પૈસામાં માન્યા તેવુ ઓડિયોમાં જણાવ્યું હતું. જો કે આ વાતની વેપારીઓ ખોટી બતાવી રહ્યા છે અને પીઆઇ વસાવા કેમેરા સામે કાંઇ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. ગીતા મંદિર મોબાઇલ માર્કેટના વેપારી ધ્યાને આપે, ડી અને બી બ્લોક હું, સચિન, ભવરલાલ, મામા, બાબુ, મહિપાલ, મોહન, મીરા અને પ્રભુ મળીને દાણીલીમડા પોલીસ સ્ટેશન ગયા હતા. પીઆઇ વસાવાને મળ્યા તેમની સાથે સારી વાત થઇ. જે હપ્તો આપી રહ્યા હતા તેમાં વધઘટ થઇ છે, કેમકે તે ૨ લાખ માંગી રહ્યા હતા તેમાં ઓછો કરવામાં જરા પણ તૈયાર ન હતા.
કાલે જ કહ્યું હતું કે, કોઇનો ટેમ્પો કે કોઇને કામ નહિ કરવા દઉં. વેપારીઓએ હાથ જોડયા કરગર્યા તેથી આપણા લેવલમાં ગોઠવણ થઇ. આપણે જે આપતા હતા તેમાં ૧૦-૧૫ વધી ગયા છે. જે મહિને ૫૦૦-૧૦૦૦ બાંધેલા છે તે જલદી આપી દો. નાના વેપારીઓની યાદી તૈયાર કરી તમારા પણ મહિને ૫૦૦-૧૦૦૦ની હપ્તા સિસ્ટમ ચાલુ થશે. દાણીલીમડા PI વસાવા કાગડાપીઠનો ચાર્જ આપ્યો છે. તેમની માટે આ હપ્તો નક્કી કર્યો છે. કાલુપુર અને ખાડિયા પોલીસનો વહીવટ અલગ તેનાથી આને કોઇ લેવા દેવા નથી. તેમાં કંઇ વાંધો આવે તો વેપારીઓ સાથે છે