ગાંધીનગરગુજરાત

વિજ્ઞાનજાથાએ લાલ આંખ કરતા ઢબુંડી માતાજીના નામે ચાલતો ગોરખધંધો ઠપ્પ…

ગાંધીનગર :
આપણે ત્યાં માણસોને સાચા ઈશ્વર અને વિજ્ઞાન કરતા કહેવાતા બાબાઓ અને ભૂવાઓમાં વધુ શ્રધ્ધા છે. જેના કારણે લઈ ચોક્કસ ટોળકીઓ ગરીબ અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોનો લાભ ઉઠાવી રહ્યા છે. પોતાને રૂપાલની જોગણી અને ઢબુડી માતા તરીકે ઓળખવતા ધનજી ઓડ ગુજરાતના ગામે ગામ પોતાની ગાદી સ્થાપિત કરી રહ્યા છે, જો કે ઢબુડી માતાનો દાવો છે કે તે કોઈની પાસે પૈસાની માગણી કરતા નથી આમ છતાં ત્યાં આવનાર લાખો લોકોની રહેવા-જમવાની વ્યવસ્થાનો એક વ્યવસ્થીત ધંધો ચાલી રહ્યો છે.

વ્યવસ્થા સંભાળનાર પણ ઢબુડી માતાના નજીકના છે. આ ઢબુડી માતા સામે રાજકોટના વિજ્ઞાન જાથાના જયંત પંડયા અને અંધ શ્રધ્ધા વિરૂધ્ધ ઝુંબેશ ચલાવતા સરલ મોરીએ જંગ શરૂ કરતા હવે સ્થિતિ એવી આવી છે કે લોકોને પરચો બતાડતા ઢબુડી માતા પોતે વિજ્ઞાન જાથાનું નામ પડતા પોતાની ગાદીનો કાર્યક્રમ પડતો મુકે છે. મુળ ગાંધીનગર નજીક આવેલા રૂપાલના વતની ધનજી ઓડનો દાવો છે કે તેની ઉપર જોગણી માતાની કૃપા થઈ છે અને તે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે.

લોકોની બીમારી, નોકરી, લગ્ન જેવા નહીં ઉકેલાતા પ્રશ્નો ઉકેલી આપે છે. ઘનજી ઓડે પોતાનું નામ ઢબુડી માતા રાખ્યું છે અને તેમના ભકતો તેમને રૂપાલની જોગણીના નામે ઓળખે છે. ઢબુડી માતા રાજ્યના વિવિધ શહેરોમાં પહોંચે તે પહેલા તેમની ટોળકી ત્યાં પહોંચી જાય છે અને માતાના પરચાઓની કહાની લોકોને કહે છે ત્યાર બાદ માતા નક્કી કરેલા સમયે ત્યાં પહોંચે છે. જ્યાં ઘનજી ઓડ માથા ઉપર ચુંદડી ઓઢી ધૂંણવા લાગે છે.

ઢબુડી માતા બની ધૂંણતા ઘનજી ઓડ ત્યારે ત્યાં આવેલા લોકોના પ્રશ્નનો ઉત્તર આપે છે ઢબુડી માતાનો ભકતોનો દાવો છે કે કેન્સર જેવી ગંભીર બીમારી પણ દવા વગર મટાડી આપે છે. ભકતોનો દાવો છે કે માતા કોઈની પાસ પૈસાની માગણી રતા નથી પણ ત્યાં આાવના લોકો માતા સામે સ્વેચ્છાએ પૈસા મુકે છે. તે સાંજ પડતા લાખો રૂપિયા થાય છે. ઢબુડી માતાના કાર્યક્રમ સ્થળે તેમના જ લોકો નારીયળ, ચુંદડી સહિત ખાણી પીણીના સ્ટોલ ઉભા કરે છે. જેમાંથી પણ લાખોની કમાણી રોજ થાય છે.

આ મામલે હવે વિવિધ સંસ્થાઓ અંધ શ્ર્ધ્ધા સામે અવાજ ઉપાડતા ઢબુડી માતા પોતાના કાર્યક્રમો પડતા મુકી રહી છે. આ મામલે લડાઈ શરૂ કરનાર વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું કે કોઈ વ્યકિત ધાર્મિક પ્રવચન કરે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ પોતાને દેવીનું સ્વરૂપ કહેનાર ઘનજી ઓડ અંધ શ્ર્ધ્ધા ફેલાવી ગરીબ લોકોને છેતરી રહ્યા છે. જ્યારે સરલ મોરીએ જણાવ્યું કે આ પ્રકારના અંધ શ્ર્ધ્ધા ફેલાવતા કાર્યક્રમો થાય નહીં તે માટે અમે કલેટકર સહિત ડીએસપીને પણ લેખિતમાં જાણ કરી છે.

આપણે ત્યાં સારી અથવા ખોટી વાતો સોશીયલ મીડિયાના માધ્યામથી ઝડપથી પ્રસરે છે, ઢબુડી માતાના ભકતોએ યુ ટયુબનો ભરપુર ઉપયોગ કર્યો છે. જેમાં કઈ રીતે ઢબુડી માતા લોકોના દુઃખ દુર કરે છે, કેવી રીતે નોકરી મળી, બીમારી ભાગી ગઈ અને લગ્ન થઈ ગયા તેવા વીડિયો પણ મુવામાં આવે છે, ઢબુડી માતાના પરચા સુધી વાત સિમિત નથી, પણ માતાની વિરૂધ્ધ શંકા કરનાર બોલનાર ઉપર આફત આવે છે તેવા વીડિયો પણ મુકયા છે, યુ ટયુબ ઉપ રૂપાલની જોગણીના નામે અનેક વીડિયો જોવા મળે છે.

વિજ્ઞાન જાથા દ્વારા ઢબુડી માતાના પાંખડ સામે લડાઈ શરૂ કરતા વિજ્ઞાન જાથાને સમજાવવાની જવાબદારી પત્રકારો અને કલેકટરોને સોંપવામાં આવી છે. રાજ્યમાં વિવિધ સ્થળે ઢબુડી માતા સામે અરજી કરનાર જયંત પંડયાને ઢબુડી માતા સામ ફરિયાદ નહીં કરવા અનેક લોકોની ભલામણ આવી રહી છે, જો કે દરેક ભલામણ કરનાર પોતાના ઘરમાં ઢબુડી માતાને કારણે કેવો ફાયદો થયો તેની વ્યકિતગત વાત જ કરે છે, એક પત્રકારે પોતાનું ભાઈનું કેન્સર માતાને કારણે મટયુ હોવાનું જણાવ્યું હતું. જ્યારે એક કલેકટરે પોતાના પરિવારની પરેશાની માતાએ દુર કરી હોવાની વાત કરી હતી, આમ માતા પોતાનું માર્કેટીંગ પણ સારી રીતે કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x