અમિત શાહે અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળાને મૂક્યો ખુલ્લો
આજે અમિત શાહે આજે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખુલ્લો મુક્યો છે, જે બાદ હવે શહેરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.અમદાવાદના કાર્યક્રમો વચ્ચે બપોરે શાહ સુરતમાં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નિર્માણ કરાયેલા સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે બાદ ફરી અમિત શાહ અમદાવાદ આવશે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળામાં સંબોધન કરતા અમિત શાહે જણાવ્યું છે કે આજે દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલે છે. નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર 10 વર્ષથી શાસનમાં છે અને 10 વર્ષમાં કેટલાય વર્ષોથી પેન્ડિંગ પડેલા આપણી આઇડિયોલોજી, વિચારધારાના કારણે પૂરા કરવાનું કામ આ સરકારે કર્યું છે. જ્યારે ભારતમાં કોઈને પોતાની જાતનો પરિચય આપવો હોય તો દિલ્હીમાં હું હિન્દુ છું અથવા હિન્દુ બોલવું મનમાં હોય તો પણ મનમાં રાખતા હતા જીભ સુધી નહોતું આવતું, હવે ગર્વથી કહી શકીએ છે.