પોરબંદરના યુવાનો દ્વારા મીની અમરનાથ મંદિરની મુલાકાત લેવામાં આવી
યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય (ભારત સરકાર) અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માયભારત ગાંધીનગર જિલ્લા યુવા અધિકારી કચેરી દ્વારા આંતર જીલા યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યો છે જેમાં પોરબંદર જિલ્લાના ૨૭ યુવાનો ગાંધીનગર જિલ્લાની મુલાકાત લેવા માટે આવેલ છે. આ કાર્યક્રમ દરમિયાન ૨૪મી જાન્યુઆરીની રોજ યુવાનો દ્વારા મહુડી મંદિર, મીની અમરનાથ મંદિર અને અંબોડ ખાતે મહાકાળી મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન યોગના સેશન અને ફિટ ઇન્ડિયાના કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીના માર્ગદર્શનમાં કરવામાં આવી રહ્યું છે.