અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ: તમે જે જાણવા માંગો છો એ બધુ જ..
અમદાવાદમાં આજે કોલ્ડપ્લે કોન્સર્ટ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. દર્શકોના ઉત્સાહ અને ધસારાને જોતાં બપોરે 2 વાગ્યાથી સ્ટેડિયમમાં લોકોને પ્રવેશ આપવાનો શરૂ કરી દેવામાં આવશે. સાંજે 5.30 કલાકથી કાર્યક્રમ શરૂ થશે અને 7 વાગ્યાથી શરૂ થશે. અમદાવાદમાં 25-26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોન્સર્ટને લઈ શહેરમાં દેશ-વિદેશના ચાહકોનું મોટી સંખ્યામાં આગમન થઈ ગયું છે. ફ્લાઇટનું ભાડું પણ ત્રણ થી ચાર ગણું થઈ ગયું છે. અમદાવાદ અને ગાંધીનગરની અનેક હોટલો બે દિવસ માટે હાઉસફૂલ થઈ ગઈ છે અને રૂમના ભાડા પણ આસમાને પહોંચ્યા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, બે દિવસ દરમિયાન આ કોન્સર્ટથી 300 કરોડનો વેપાર થવાની શક્યતા છે. તેમણે વધુમાં ક્હ્યું, અમદાવાદ જ નહીં ગાંધીનગર, વડોદરા અને મહેસાણામાં હોટલ બુકિંગમાં ઉછાળો આવ્યો છે. હજારો લોકો આ કોન્સર્ટમાં સામેલ થવા આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ કહ્યું, 10મું નાપાસ લોકો પણ પ્રવાસીઓ સાથે હિન્દીમાં કમ્યુનિકેશન કરી રહ્યા છે. જે આ રાજ્યમાં ટુરિઝમની પોઝિટિવ ઈમ્પેક્ટ દર્શાવે છે. કોલ્ડપ્લે એન્વાયર્મન્ટ ફેન્ડલી છે, જેના કારણે 44 કાઈનેટિક ટાઇલ્સનો ઉપયોગ કરીને એનર્જી ફ્લોર બનાવ્યા છે. એક કાઇનેટિક ટાઇલ્સ 2 થી 35 વોટની વીજળી પેદા કરે છે. કોલ્ડપ્લ પાસે 15 કાઇટેનિક સાયકલ પણ છે, જેને પેડલ મારવાથી 200 વોટ જેટલી વીજળી પેદા થશે.