ઊર્જા સંરક્ષણ પખવાડિયાના ભાગરૂપે ગાંધીનગરમાં યોજાઈ ઊર્જા વોક
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ), ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA) ના સહયોગથી નિસર્ગ સાયન્સ સેન્ટર,ગાંધીનગર ધ્વારા તા.૨૪ જાન્યુઆરી ના રોજ સેક્ટર-૨૪ શાકમાર્કેટ અને શોપિંગ સેન્ટર ખાતે ઊર્જા વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેક્ટર-૨૪ સરકારી પ્રાથમિક શાળા- ૧ અને ૨ ના ૭૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા.અને ઉર્જા વોક દરમિયાન ઉર્જા જાગૃતિના જુદા જુદા સુત્રોના પ્લેકાર્ડ સાથે વિદ્યાર્થીઓએ સુત્રોચાર કરીને ઊર્જા સંરક્ષણ અને જાગૃતિ અંગે નાગરિકોને સંદેશો આપ્યો હતો. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ ઉર્જા પ્રત્યે જાગૃત બને અને ઉર્જા સંરક્ષનનું મહત્વ સમજે તેમજ લોકો વધુમાં વધુ રિન્યુએબલ ઊર્જા-સ્રોતોનો ઉપયોગ કરે અને પર્યાવરણ જાળવણીમાં સહભાગી થાય તે હતો.