અમેરિકામાં આતંકીઓને રાખવાની જેલમાં હવે ગેરકાયદે વસાહતીઓને રખાશે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળવાની સાથે ચૂંટણી પ્રચારમાં આપેલા વચનો મુજબ ગેરકાયદે વસાહતીઓ પર આકરું વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. સેંકડો ગેરકાયદે વસાહતીઓને તેમના વતન તગેડી દેવાની સાથે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકામાં આતંકીઓ અને રીઢા ગુનેગારોને રાખવામાં આવતી દુનિયાની સૌથી કુખ્યાત જેલ ગ્વાંતાનામો બેમાં ગેરકાયદે વસાહતીઓને રાખવાની વ્યવસ્થા કરવા તથા તેમની સાથે આતંકીઓ જેવું વર્તન કરવાનો આદેશ આપ્યો છે.