ઇમરાન ખાનના મંત્રીનું મોટું નિવેદન: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે, સમય પણ જણાવી દીધો
પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ‘દુનિયા ટીવી’ના જણાવ્યા મુજબ, બુધવારના રોજ એક સેમિનારમાં પાકિસ્તાનના મંત્રી રશીદે કહ્યું કે, હું ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જોઇ રહ્યો છું, અને આજે અહીં સમુદાયને તૈયાર કરવા માટે આવ્યો છું. શેખ રશીદે કહ્યું કે, પાકિસ્તાની સેનાની પાસે જે હથિયાર છે તે જોવા માટે નહીં પરંતુ વાપરવા માટે છે.
પોતાના સંબોધનમાં પાકિસ્તાનના મંત્રીએ કહ્યું કે, અમે સંયુક્ત રાષ્ટ્રની સામે વારંવાર મુદ્દો ઉઠાવ્યો છે. તેઓ ફરી એકવાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની યાત્રા કરશે. શેખ રશીદે કહ્યું કે, પાકિસ્તાન છેલ્લા શ્વાસ સુધી કાશ્મીર માટે લડતું રહેશે. પાકિસ્તાનના એક પત્રકારે શેખ રશીદના આ નિવેદનનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.
આપને જણાવી દઇએ કે, શેખ રશીદ તે મંત્રી છે જેના પર થોડા દિવસ પહેલા લંડનમાં હુમલો થયો હતો અને ઈંડા ફેંકાયા હતા. રશીદ શેખે ભારત-પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં હુમલો કરવામાં આવે છે, તો આ ભારતીય ઉપમહાદ્વીપનું મોટું યુદ્ધ હશે અને જેનાથી સમગ્ર નકશો જ બદલાઇ જશે.
નોંધનીય છે કે, આ પહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ જ્યારે દેશને સંબોધન કર્યું હતું. ત્યારે પણ તેમણે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના સંબોધનમાં ઇમરાને કહ્યું કે, ભારત-પાકિસ્તાન બંન્ને પરમાણુ સંપન્ન દેશ છે, એવામાં દુનિયાને આ વાત પર ધ્યાન આપવું જોઇએ કે, બંન્ને રાષ્ટ્રો વચ્ચે કોઇપણ પ્રકારની સ્થિતિ ન બગડે.