ગાંધીનગર

જમ્મુ અને કાશ્મીરના યુવાનો માટે ગાંધીનગરમાં એક વિશેષ યુવા વિનિમય કાર્યક્રમનું આયોજન

જમ્મુ અને કાશ્મીરના ૬ જિલ્લાઓના ૧૩૨ યુવાનો કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ અંતર્ગત તારીખ ૪મી ફેબ્રુઆરીથી 10મી ફેબ્રુઆરી સુધી ગાંધીનગર જિલ્લાની મુલાકાત માટે આવશે. આ કાર્યક્રમનું આયોજન, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર અને માય ભારત ગાંધીનગર દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીર ઘાટીના બડગામ , બારામુલ્લા, શ્રીનગર, કુપવાડા , પુલવામા અને અનંતનાગના ૧૩૨ યુવાનો ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન યુવાનોને ગુજરાત રાજ્યની કળા, સંસ્કૃતિ , ભાષા , વેશભૂષા અને ખાનપાનની જાનકારી પ્રદાન કરવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ૫મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. આ કાર્યક્રમની અવધી દરમિયાન યુવાનોને ગાંધીનગર જિલ્લાના પ્રમુખ સ્થળ જેમ કે, દાંડી કુટીર , ગીર ઈકોલોજીકલ પાર્ક ઇન્દ્રોડા નેચર પાર્ક , સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા , ડેયરી સેક્ટરની પ્રમુખ સંસ્થાઓની મુલાકાત કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રીની કચેરી ,દ્વારા જિલ્લા પ્રશાસન ગાંધીનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાના સહયોગથી કરવામાં આવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x