પૂણેમાં ચાલુ કોન્સર્ટમાં સોનુ નિગમની તબિયત લથડી
બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમના ચાહકો વિશ્વભરમાં છે. હાલમાં જ સોનુ નિગમના પૂણેમાં એક લાઈવ પર પર્ફોર્મન્સ પહેલા સોનુ નિગમને શરીરમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો અને પીઠ અને પગમાં ખેંચાણની ફરિયાદ પણ કરી હતી. જોકે, આ દુખાવો થતો હોવા છતાં પણ તેમણે પોતાનું પ્રદર્શન પૂરુ કર્યું હતું. અને સ્ટેજ પર તેમના ચાહકોના દિલ જીતી લીધા. સોનુ નિગમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેમણે તેમના દુખાવાની સ્થિતિ વિશે વાત કરી છે. સોનુના ચાહકો તેનો વીડિયો જોઈને ખૂબ જ હેરાન રહી ગયા, કારણ કે સોનુ તેના પર્ફોર્મન્સ દરમિયાન એકદમ સામાન્ય દેખાતો હતો.