હવે યુરોપ પર ટેરિફ નાંખવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકાના બીજી વખત રાષ્ટ્રપતિ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા બાદ હવે યુરોપિયન યુનિયન (ઇયુ) દેશોને પણ ધમકી આપી દીધી છે. ટ્રમ્પે કહ્યું કે, ઇયુ તરફથી અમેરિકામાં આવતા તમામ સામાન પર ટેરિફનો નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. અગાઉ કેનેડા, મેક્સિકોના સામાન પર 25 ટકા અને ચીનના સામાન પર 10 ટકા ટેરિફની જાહેરાત કરાઇ છે. હવે તેમાં ઇયુનો પણ સમાવેશ થઇ શકે છે. જો ટ્રમ્પ ઇયુ પર ટેરિફ નાખે તો યુરોપિયન યુનિયનમાં સામેલ ફ્રાન્સ, જર્મની સહિત 27 દેશોએ ભોગવવુ પડી શકે છે.