મહાકુંભમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે વિશ્વભરના હજારો સાધકોએ ધ્યાન કર્યું, લાખો લોકો ઓનલાઈન જોડાયા
આધ્યાત્મિક પરંપરાઓ અને સંસ્કૃતિઓનો ભવ્ય સંગમ, મહાકુંભ મેળો આ વર્ષે એક અનોખી પહેલ સાથે વધુ ખાસ બન્યો. આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત “મહાકુંભમાં ગુરુદેવ સાથે ધ્યાન” સત્ર સાધકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.
મંગળવારે સાંજે, વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને માનવતાવાદી નેતા, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે એક સત્સંગનું નેતૃત્વ કર્યું જેમાં હજારો યાત્રાળુઓ અને સંતો તેમની હાજરીમાં જ્ઞાન અને ભક્તિ સંગીતમાં ડૂબકી લગાવી હતી.
બાદમાં, ગુરુદેવે મહાકુંભની પવિત્ર ભૂમિ પરથી 180 દેશોના લાખો લોકોને એક અનોખા હાઇબ્રિડ અનુભવ કરાવ્યો હતો જેમાં વૈશ્વિક ધ્યાનનું સંચાલન કર્યું હતું. આ સત્ર ગુરુદેવની ઓફિશ્યિલ યુટ્યુબ ચેનલ અને આર્ટ ઓફ લિવિંગની સત્વ એપ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું હતું.
ગુરુદેવે કહ્યું, “કુંભ પર્વનો સાર એ છે કે તમારી અંદર પૂર્ણતા શોધવી.” “આ ત્યારે જ શક્ય છે જ્યારે જ્ઞાન, ભક્તિ અને કર્મ એકસાથે ચાલે. અહીં વહેતી ગંગા જ્ઞાનનું પ્રતીક છે, યમુના ભક્તિનું પ્રતીક છે અને સરસ્વતી, જે અદ્રશ્ય છે, તે કર્મનું પ્રતીક છે.” ગુરુદેવના માર્ગદર્શન હેઠળ, આ કાર્યક્રમ માનવતાને એકતા, શાંતિ અને કરુણાનો સંદેશ આપતો પરિવર્તનશીલ અનુભવ બન્યો હતો. આ પ્રસંગે બોલતા, ગુરુદેવે કહ્યું, “ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ આપણી અંદર ઇડા, પિંગલા અને સુષુમ્ના ઉર્જા પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે આપણે ધ્યાનમાં સ્થિર થઈએ છીએ, ત્યારે આપણે અમરત્વના અમૃતનો અનુભવ કરીએ છીએ.” મહાકુંભ ખાતે આર્ટ ઓફ લિવિંગે મહાકુંભ ખાતે અનેક સેવા પહેલ હાથ ધરી છે, જેમાં 25 વિસ્તારોમાં યાત્રાળુઓ માટે મફત ભોજન, આયુર્વેદિક આરોગ્યસંભાળ અને રેહવાની સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. આર્ટ ઓફ લિવિંગ કેમ્પ 25,000-30,000 ભક્તોને સેવા આપવા માટે દિવસમાં બે વાર 1 ટન ખીચડી તૈયાર કરે છે. વધુમાં, શ્રી શ્રી તત્વના આઠ નિષ્ણાત નાડી વૈદ્ય દ્વારા કરવામાં આવેલા આયુર્વેદિક નાડી પરીક્ષણ નો 5000 થી વધુ લોકોએ લાભ મેળવ્યો છે.
યાત્રાળુઓ, સંતો, અખાડાઓ અને કલ્પવાસી સમુદાયોને ટેકો આપવા માટે, શ્રી શ્રી તત્વ કુંભમાં આવનારા લાખો યાત્રાળુઓને ઘી, મસાલા, કઠોળ અને બિસ્કિટ સહિત 250 ટન આવશ્યક ખાદ્ય પુરવઠોનું વિતરણ કરી રહ્યા છે.
મંગળવારે સવારે, ગુરુદેવે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું અને પ્રયાગરાજમાં આદરણીય બડા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી. આર્ટ ઓફ લિવિંગ કેમ્પમાં ગુરુદેવની હાજરીમાં રુદ્ર પૂજા અને અરુણ પ્રશ્ન હોમ, તેમજ સૂર્ય સૂક્તમ હોમ સહિત વિવિધ પવિત્ર વિધિઓ કરવામાં આવી હતી.સોમવારે સાંજે, જુના અખાડાના નાગા સાધુઓ અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો સત્સંગ દરમિયાન ગુરુદેવને મળ્યા હતા.