હવે બદલાવા જઈ રહ્યા વિઝાને લગતા નિયમો
યુએસ રિપબ્લિકન સેનેટર રિક સ્કોટ અને જોન કેનેડીએ બાઇડન વહીવટીતંત્રના વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળાને 180 દિવસથી વધારીને 540 દિવસ કરવાના નિયમને ઉથલાવી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ ફેરફારનો હેતુ એવા વિઝા ધારકોને રાહત આપવાનો હતો જેઓ તેમની વર્ક પરમિટની રિન્યુઅલ પ્રક્રિયા દરમિયાન યુએસમાં કાયદેસર રીતે કામ કરતાં રહે છે.રિ પબ્લિકન સેનેટરો કહે છે કે આ નિયમથી ઇમિગ્રેશન કાયદાઓનું નિરીક્ષણ કરવાનું મુશ્કેલ થઈ જાય છે. સેનેટર જોન કેનેડીએ તેને “ખતરનાક” ગણાવતા કહ્યું કે આ ટ્રમ્પ વહીવટીતંત્રની ઇમિગ્રેશન નીતિને નબળી પાડે છે. આ વિવાદ મુખ્યત્વે H-1B અને L-1 વિઝા ધારકોને અસર કરે છે જેઓ ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે. આમાં ભારતીય નાગરિકોની સંખ્યા ઘણી નોંધપાત્ર છે. 2023માં જારી કરાયેલા H-1B વિઝામાંથી 72% ભારતીય નાગરિકોને આપવામાં આવ્યા હતા અને L-1 વિઝામાં પણ ભારતીયોનો મોટો હિસ્સો હતો.