તંત્રની સરાહનીય કામગીરી: ચાલુ માસમાં ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહના કુલ ૧૧ કેસો નોંધાયા
કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ કે.દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીયટીમ દ્વારા ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના પલિયડ ખાતે ખનિજના બિનઅધિકૃત વહન થતાં હોવાની માહિતી મળતા રોયલ્ટી ઇન્સ્પેક્ટરશ્રી દિવ્યાંત આર.શિરોયા ના નેતુત્વ હેઠળ ગત રાત્રિના કલોલ તાલુકાના પલિયડ ખાતે તપાસ હાથ ધરી સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
જે પૈકી કલોલ તાલુકાના પલિયડ ખાતેથી ડમ્પર નં. GJ-24-X-4760 માં ૩૧.૨૪૦ મે.ટન સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા, ડમ્પર નં. GJ-24-X-6993 માં ૪૦.૧૭૦ મે.ટન સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન તથા ડમ્પર નં. GJ-24-X-6718 માં ૩૫.૩૪૦ મે.ટન સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત વહન કરતા અને કલોલ ખાતેથી ડમ્પર નં. GJ-24-X-3699 માં ૨૯.૦૨૦ મે.ટન સાદીરેતી ખનિજનું રોયલ્ટીપાસ વગર બિનઅધિકૃત વહન મળી કુલ ચાર વાહનોના કુલ આશરે ૧.૨૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.
ગાંધીનગર જીલ્લા ખાતે બિનઅધિકૃત ખનિજની પ્રવૃતિને અંકુશમાં લાવવા અત્રેના જીલ્લા કચેરીની ક્ષેત્રીયટીમ દ્વારા સઘન ચેકીંગની કામગીરી રાત/દિવસ હાથ ધરી ચાલુ માસના ચાર દિવસોમાં જ ખનિજના બિનઅધિકૃત ખનન/વહન/સંગ્રહ ના કુલ ૧૧ કેસો કરી, જેમાં કુલ આશરે ૩.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે. તેમજ ચાલુ માસના ચાર દિવસોમાં જ કુલ ૧૫.૯૨ લાખની વસુલાત કરવામાં આવેલ છે.