ગાંધીનગર જિલ્લામાં યોજાનાર ચૂંટણીને લઈ ડૉ.બી.એસ.પ્રજાપતિની નિરીક્ષક તરીકે નિમણૂંક કરાઇ
આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા ચૂંટણી નિરીક્ષકશ્રીઓની નિયુક્તિ કરવા હુકમ કરેલ છે. જે મુજબ અત્રેના ગાંધીનગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી અન્વયે (૧) માણસા નગરપાલિકા (સામાન્ય), (૨) ગાંધીનગર તાલુકા પંચાયત (સામાન્ય) તથા (૩) કલોલ નગરપાલિકા વોર્ડ નં.૪ (પેટા), (૪) હાલીસા જિલ્લા પંચાયત (પેટા), (૫) લવાડ તાલુકા પંચાયત (પેટા) તથા (૬) આમજા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓના સરળ સંચાલન માટે તથા ચૂંટણી નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ડૉ.બી.એસ.પ્રજાપતિની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. તેઓનો સંપર્ક નંબર ૮૮૪૯૧૫૨૮૫૩ છે. જેની ચૂંટણી હેઠળના મતવિસ્તારની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.