અમેરિકાથી પરત ફરેલા 33 ગુજરાતીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો..
ટ્રમ્પ સરકારે ડિપોર્ટ કરેલા ભારતીયો અમૃતસર એરપોર્ટ પર પહોંચ્યા છે. તેઓ લોકો ભારત આવી ગયા છે. સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર, અમેરિકાથી પરત ભારત ફરેલા 33 ગુજરાતીઓ સામે કોઇપણ કાર્યવાહી કરવામાં નહી આવે. અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયો પૈકી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયો સાથેનું યુએસનું પ્રથમ લશ્કરી વિમાન અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચ્યુ હતું.. આ વિમાનમાં જે લોકો અમેરિકાથી પરત આવ્યા છે, તેમાં ગુજરાત, પંજાબ અને હરીયાણાના લોકોનો સમાવેશ થાય છે.