સુરતમાં ગટરમાં પડેલા બાળકનો 15 કલાક બાદ પણ કોઈ પત્તો નથી
સુરતના ન્યુ કતારગામ સ્થિત સમુના સાધના આવાસમાં રહેતો કેદાર વેગડ નામનો બે વર્ષનો બાળક તેની માતા સાથે વરિયાવ વિસ્તારમાં ભરાયેલી બુધવારીમાં આવ્યો હતો. તે દરમિયાન બાળક આઈસ્ક્રીમ ખાવા જતો હતો, ત્યારે 120 ફૂટના રોડ પર ઢાંકણા વગરની ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. ઘટનાના 15 કલાક થયા છતાં બાળક હજુ મળ્યું નથી બે વર્ષના બાળકની ફાયર કર્મીઓ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. ફાયર અધિકારીઓએ આ માટે વીડિયો કેમેરાની પણ મદદ લીધી છે. ડ્રેનેજમાં વીડિયો કેમેરા સાથે બાળકની શોધખોળ હાથ ધરાઇ છે.