રાષ્ટ્રીય

Jaipur: મહાકુંભમાં જઈ રહેલી કારનો અકસ્માત થતાં 8 લોકોના મોત

રાજસ્થાનની રાજધાની જયપુરના ડુડુ વિસ્તાર નજીક NH-48ના મોખમપુરા વિસ્તારમાં એક કાર અને રોડવેઝ બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં કારમાં મુસાફરી કરી રહેલા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ મોક્ષપુરા પોલીસ સ્ટેશન સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્ય શરૂ કરી દીધું હતું. અકસ્માત બાદ હાઇવે પર જામ સર્જાયો હતો, જેને પોલીસ દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. મળેલી વિગતો પ્રમાણે આ તમામ લોકો જયપુરથી પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં સ્નાન માટે જઈ રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x