લીંમ્બડીયા ગામમાં પાર્કિગમાંથી ચોરી થયેલ લક્ઝરી બસ તથા આરોપીને ઝડપી લેતી ડભોડા પોલીસ
ડભોડા પોલીસે લીમ્બડીયા ગામની સીમમાંથી ચોરી થયેલી લક્ઝરી બસ અને આરોપીને થોડા સમયમાં શોધીને સરાહનીય કામગીરી કરી છે. મળેલી વિગત અનુસાર, લીમ્બડીયા ગામની સીમમાં આવેલ કાનજીભાઇ ભરવાડની ખુલ્લી જગ્યામાં ગેરેજમાં મુકેલ અશોક લેલન્ડ બસ નંબર GJ-20-V-4444ની કોઈ ચોર ઈસમ દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ મામલે ડભોડા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને ડભોડા પોલીસના સ્ટાફે લીંમડી, સુરેન્દ્રનગર ખાતે ચોરી થયેલી બસ હોવાનું જાણવા મળતા ત્યાં રેડ કરી લક્ઝરી બસ અને આરોપી ભરતભારતી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી અને મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.