PATAN: વડાવલી ગામના તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 5 લોકોના મોત
પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવમાં એક વ્યક્તિ લપસી ગયા બાદ તેને બચાવવા જતાં અન્ય ચાર લોકો પણ તળાવમાં ડૂબતાં મોત થયું છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોના ટોળાં ઉમટ્યા હતા અને તળાવમાં ડૂબેલા બાળકો સહિતના લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં બાળકો સહિત ગ્રામ પંચાયતના પટાવાળાના પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ગામમાં એકાએક પાંચના મોત થતાં સમગ્ર ગામમાં શોક છવાયો હતો.
મૃતકોના નામ
મેહરા કાલુભાઈ મલેક (ઉં.વ.8)
અબ્દુલ કાદિર કાલુભાઈ મલેક (ઉં.વ.10)
સિમરન સલીમભાઈ સિપાહી (ઉં.વ.12)
સોહેલ રહીમભાઈ કુરેશી (ઉં.વ.14)
ફિરોઝા કાલુભાઈ મલેક (ઉં.વ.32)