ગાંધીનગરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ
ગાંધીનગરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થયુ છે. દર્શ હોસ્ટેલના 20 જેટલા વિદ્યાર્થીઓેને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. બે દિવસ પહેલા ચાઇનીઝ ફૂડ ખાધા બાદ તબિયત બગડી હતી. પેટમાં દુખાવો થતાં વિદ્યાર્થીઓએ દવા લીધી હતી. દવા લીધા બાદ વિદ્યાર્થીઓને ઝાડા-ઉલટી શરૂ થયા હતા.આરોગ્ય વિભાગની બે ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.