રાષ્ટ્રીયવેપાર

આરબીઆઇ ટૂંક સમયમાં નવી નોટ કરશે જાહેર.. જાણો

ભારતીય બજારમાં ટૂંક સમયમાં આરબીઆઇ 50 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. આ નોટ જૂની 50ની નોટ જેવી જ હોવાની માહિતી મળી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ટૂંક સમયમાં જ 50 રૂપિયાની નવી નોટ બજારમાં લાવવા જઈ રહી છે. નવી નોટો પર RBI ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. આરબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ નોટોની ડિઝાઈન મહાત્મા ગાંધી (નવી) સિરીઝની 50 રૂપિયાની નોટ જેવી જ હશે.

આ સાથે RBIએ જાહેરાત કરી છે કે બજારમાં પહેલાથી જ જારી કરવામાં આવેલી 50 રૂપિયાની તમામ નોટો માન્ય રહેશે. જારી કરાયેલ પ્રથમ મહાત્મા ગાંધી (નવી) શ્રેણીની નોટો 66MM બાય 135MM કદની છે. આ નોટોનો રંગ ફ્લોરોસન્ટ બ્લુ છે. નોટોના પાછળના ભાગમાં રથ સાથે હમ્પી મંદિરનો ફોટો છે, જે ભારતના સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x