ગુજરાત

ગુજરાતમાં બેવડી ઋતુની કરાઇ આગાહી

ગુજરાત રાજ્યમાં હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ ડબલ ઋતુના કારણે તાવ, શરદી જેવા રોગોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, રાજ્યમાં પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ તથા ગરમ પવનો ફૂંકાવાની શરુઆત થતા તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યકત કરવામાં આવી છે. આગામી 7 દિવસ વાતાવરણ આવું જ યથાવત રહેવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, નર્મદા, તાપી, સુરેન્દ્રનગર, વડોદરા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x