મહાકુંભથી અમદાવાદ આવતી બસનો સર્જાયો અકસ્માત
મહાકુંભથી અમદાવાદ આવતી મુસાફરો ભરેલી બસનો રાજસ્થાનમાં ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં શ્રદ્ધાળુઑ ભરેલી બસ પલટી ખાઈ જતાં એક બાળકનો હાથ કપાઈ ગયો હોવાની તથા અન્ય 22 મુસાફરો ઈજાગ્રસ્ત થાય હોવાની માહિતી મળી છે. મહાકુંભ 2025માં આ વખતે અનેક દુર્ઘટનાઓ થઇ ત્યારે મહાકુંભ આવતી કે જતી વખતે અનેક અકસ્માત સર્જાયાના પણ અહેવાલ સામે આવ્યા છે. અકસ્માતની જાણ થતાં લોકોના ટોળાં ઉમટ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બસમાં લગભગ 44 જેટલાં લોકો મુસાફરી કરી રહ્યા હતા જેઓ અમદાવાદના રહેવાશી હોવાની જાણકારી મળી છે. આ અકસ્માત બુધવારે રાત્રે સર્જાયો હોવાની વિગતો મળી છે.