જાણો ક્યારે રજૂ થશે ગુજરાતનું બજેટ ?
ગુજરાત વિધાનસભા બજેટ સત્રનું કામચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના બજેટસત્ર અંગે જાણકારી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 20 મીએ નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. રાજ્યપાલના સંબોધનથી ગુજરાતના બજેટસત્રની શરૂઆત થશે. રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ રજૂ થશે અને સરકારી વિધાયકો, સરકારી કામકાજના મુદ્દાઓ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ગુજરાતમાં 2024ના બજેટમાં સરકારે નવા કોઈ વેરા ન નાખી જનતાને રાહત આપી હતી. જેમાં જૂના કોઈ વેરાના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નહતો. ગુજરાતનું 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરાયુ હતું.