ગાંધીનગર

ગાંધીનગર ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ-3.0 દિવ્યાંગ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનું આયોજન

ગુજરાત સરકારશ્રીનાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરનાં જીલ્લા રમતગમત અધિકારી, ગાંધીનગર દ્વારા આયોજીત Sp.KMK-3.0 ૨૦૨૪-૨૫દિવ્યાંગ જિલ્લાકક્ષાની (શારીરિક ક્ષતિગ્રસ્ત -OH)(ભાઈઓ/બહેનો)સ્પર્ધાઓનું આયોજન તા:-૧૨/૦૨/૨૦૨૫ સ્થળ:- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા, સે-૧૫, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત ૪૩૦થી પણ વધારે ખેલાડીઓએ (ભાઈઓ/બહેનો) વિવિધ એથ્લેટિકસ, વોલીબોલ, ક્રિકેટ જેવી રમતોમાં ભાગ લીધો હતો. વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યસરકાર દ્વારા સ્ન્માનિત કરવામાં આવશે અને જિલ્લામાંથી વિજેતા થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાએ રમવા જશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી કાંતિભાઈ પરમાર,(પ્રમુખશ્રી, પેરા સ્પોર્ટ્સ એસોસિયેશન ઓફ ગુજરાત) તેમજ શ્રી મહેશભાઈ ચૌધરી, જિલ્લા રમતગમત અધિકારી, ગાંધીનગર તેમજ ટેક્નિકલ પંચો તેમજ વ્યાયામ મંડળના પ્રતિનિધિઓ તથા દિવ્યાંગ સંસ્થાના પ્રમુખ/મંત્રીઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધાની શરૂઆત મહેમાનશ્રીઓના હસ્તે સ્પર્ધા ખુલ્લી મૂકવાથી કરવામાં આવી હતી.વિજેતા થયેલ ખેલાડીઓ પ્રદેશ/રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. તેવું જિલ્લા રમતગમત અધિકારી મહેશભાઇ ચૌધરીએ અખબારી યાદી જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x