FASTag માટે NCPIએ બહાર પાડ્યો નવો નિયમ
FASTag માટે NCPI એ નવો નિયમ બહાર પાડ્યો છે. આ બદલાવનો પ્રભાવ પેમેન્ટ પર પડશે. આ બદલાવ સિસ્ટમને વધારે પ્રભાવશાળી બનાવવા માટે બનાવાયો છે. આ નિયમના ઉલ્લંઘન પર કોડ 176 લાગુ પડી શકે છે. સર્ક્યુલરમાં એમ કહેવમાં આવ્યું છે કે જો તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હશે તો પેમેન્ટ થશે નહીં. ફાસ્ટેગ ઓછા બેલેન્સ, કેવાયસી ના થયું હોય કે પછી રજીસ્ટ્રેશનમાં કોઈ ખામી જણાશે તો પણ બ્લેક લિસ્ટ થઈ શકે છે. જો તમારું પેમેન્ટ રિજેક્ટ થઈ જાય છે તો તમારે બમણો ચાર્જ ચૂકવવો પડશે. એવામાં તમારે ફાસ્ટેગને પહેલેથી રિચાર્જ કરાવીને રાખવું જ સરળ રહેશે.