ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. જેમાં ચૂંટણી પહેલા જ 66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી કુલ 24 વોર્ડ બિનહરીફ થયા છે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે 5084 ઉમેદવારો મેદાનમાં છે.18 ફેબ્રુઆરી 2025ના રોજ મત ગણતરી કરવામાં આવશે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 21 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. મહાનગરપાલિકાની 3 બેઠકો, નગરપાલિકાની 21 બેઠકો, જિલ્લા પંચાયતની 09 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકની પેટાચૂંટણી માટે મતદાન થશે. માહિતી અનુસાર, આજે કુલ 38,86,285 મતદાતાઓ મતદાન કરશે.