ગાંધીનગર

Gandhinagar: પ્રભુતામાં પગલા પાડયા બાદ મતદાન કરવા પહોંચી નવવધૂ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેમાં અમુક બેઠકો પર મતદાન શરૂ થયું છે, જેમાં ગાંધીનગર તાલુકા પંચાયતની ચંદ્રાલા બેઠકમાં આવતા માધવગઢ  ગામમાં ચાલી રહેલા મતદાનની વચ્ચે પ્રભુતામાં પગલા પાડીને નવવધૂ જયશ્રીબેન પોતાના પતિ સાથે મતદાન મથકે પહોંચી હતી અને લોકશાહીના આ પર્વમાં પોતાનો કિમતી મત આપી લોકોને મતની મહત્તા સમજાવી હતી. ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરાંત રાજ્યના અમુક જિલ્લાઓમાં અને નગરોમાં આજથી ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની ચંદ્રાલા-5 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયું છે. ચૂંટણી દરમિયાન મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
માધવગઢ ગામમાં રહેતી જયશ્રીબેન હસમુખભાઇ પટેલ આજે પ્રભુતામાં પગલાં પાડયા છે. જયશ્રીબેને સાત ફેરા ફરીને સાસરે જાય તે પહેલા તેમણે પોતાના માધવગઢ ગામમાં મતદાન કરીને મતદાન જાગૃતિનો સંદેશ લોકોને આપ્યો હતો. મતદાન મથક પર પહોંચેલા વરરાજા અને દુલ્હનને જોઈને ફરજ બજાવનારા કર્મચારીઓએ પણ સુખદ આશ્ચર્ય અનુભવ્યુ હતુ. અને ઉપસ્થિત સૌએ તેમના આ કામને સરાહયું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x