કચ્છ: બસ-ટ્રેલર અથડાયા, પાંચના મોત, 24 ઘાયલ
કચ્છના મુન્દ્રા રોડ પર કેરા ગામ પાસે ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પાંચ લોકોના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. બપોરના સમયે થયેલા આ અકસ્માતમાં ઓવરટેક કરવાના પ્રયાસમાં બસ અને ટ્રેલર અથડાયા હતા, જેના કારણે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.