ગાંધીનગરમાં સંદિગ્ધ ગાડીમાંથી 3.54 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો
ગાંધીનગરના રણાસણ ગામની સીમમાં રેલવે ક્રોસિંગ નજીકથી પોલીસે 3.54 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ડભોડા પોલીસે નંબર પ્લેટ વગરની બલેનો કારમાંથી 41 પેટીઓમાં ભરેલી 1,968 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. પોલીસને બાતમી મળતા પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કાર મળી આવી હતી. કાર બંધ હાલતમાં હોવાથી પોલીસે પંચોની હાજરીમાં કારનો કાચ તોડીને તપાસ કરી હતી, જેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ જપ્ત કરીને બુટલેગરને શોધવા તપાસ શરૂ કરી છે.