ગુજરાતમાં 500 નવી PCR વાન શરૂ કરાશે
ગુજરાતની જનતાની સુરક્ષા અને સુવિધામાં વધારો કરવા માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે 500 નવી પોલીસ કંટ્રોલ રૂમ (PCR) વાન શરૂ કરવામાં આવશે. આ વાનનું નજીકના ભવિષ્યમાં લોકાર્પણ કરવામાં આવશે. દરેક PCR વાનમાં બે પોલીસકર્મીઓ તૈનાત રહેશે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક ડ્રાઇવરનો સમાવેશ થશે. ડ્રાઇવરમાં 108નો સ્ટાફ રહેશે. આ નવી PCR વાન શરૂ કરવાનો મુખ્ય હેતુ ગુજરાતના નાગરિકોને ઝડપી અને અસરકારક પોલીસ સેવા પૂરી પાડવાનો છે. આ નવી PCR વાન શરૂ થવાથી રાજ્યમાં પોલીસની કામગીરી વધુ સુદૃઢ બનશે અને નાગરિકોને સુરક્ષાનો વધુ અનુભવ થશે.