ગાંધીનગર

ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ તથા DDOની અધ્યક્ષતામાં પોષણ ઉસ્તવની ઉજવણી કરવામાં આવી

મહિલા અને બાળ વિકાસ ગુજરાત ધ્વારા પોષણ ઉસ્તવની ઉજવણી કરવા માં આવી હતી. જેમાં ટેકહોમ રાશન મીલેટસ અને સરગવાનાં પાન માંથી બનતી પૌષ્ટીક વાનગીની સ્પધાૅ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ શ્રી જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હંસાબેન પટેલ અને વિભાગીય નાયબ નિયામકશ્રી અને પ્રોગ્રામ ઓફિસર તેમજ અન્ય લોકોની ઉપસ્થિતિમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ 42 પ્રકારની મીલેટસ તેમજ ટેકહોમ રાશન અને સરગવાના પાનનો ઉપયોગ કરીને અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવી હતી. તેમાં કુલ છ ઉત્તમ વાનગીઓને નંબર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓ સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. પોષણ ઉત્સવની સાથે આ અવસરે કિશોરી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.કિશોરીઓ પગભર થાય તે માટે તેમને વિશેષ રૂપે સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં‌.

આ પ્રસંગે ઉદબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે,આજે આપણે અહીં પોષણ ઉત્સવની ઉજવણીના તથા કિશોરી મેળાના આ વિશેષ અવસરે ભેગા થયા છીએ, જેનો મુખ્ય ઉદ્દેશ પોષણ વિષય પર જ નહીં, પરંતુ આપણા સમાજના તમામ લોકો, ખાસ કરીને બાળકો અને ગર્ભવતી માતાઓ, કિશોરી તથા ધાત્રી માતા માટે યોગ્ય પોષણ અને જાગૃતિ પ્રદાન કરવાનો છે. ગુજરાત સરકાર દ્વારા સુપોષિત સશકત ગુજરાતના સંકલ્પહ્ને ચરિતાર્થ કરવા “ઉત્સાહ અને સશક્તિના મંચ” થીમ સાથે કિશોરીઓમાં જાગૃતી અર્થે આજે મેળાનુ પણ આયોજન કરવામાં આવેલ છે, જેમા આપ સૌ ઉત્સાહ પૂર્વક બહોળી સંખ્યામા અત્રે ઉપસ્થિત રહ્યા જે આનંદદાયક છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીએ સૌથી પહેલા આંગણવાડી કાર્યકર તથા તેડાઘર બેહનોની કામગીરી બિરદાવી હતી.તેમની મહેનત અને નિષ્ઠાથી સૌ બાળકો અને સમુદાયમાં પોષણ અને સ્વાસ્થ્ય વિષયક જાગૃતિ વધી છે. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને માત્ર ખોરાક આપવા પુરતી કામગીરી ન કરતા તેનાથી દરેક આંગણવાડીના તમામ લાભાર્થી પોષણની જરૂરીયાત સમજે, દીકરા-દીકરી વચ્ચેના ભેદભાવ દુર કરવાના પ્રયાસો , કિશોરીઓને શિક્ષિત તથા સશકત થવા કમગીરી કરી પણ આંગણવાડીની બહેનો અને કાર્યકરો કરી રહ્યા છે. કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો એ પોષણ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત વાનગી નિદર્શન સ્ટોલની મુલાકત લીધી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x