સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી દ્વારા “ફિઝીયો ઝેનીથ -2025” રાષ્ટ્રીય ફિઝીયોથેરાપ પરિષદ યોજાઈ
કડી સર્વ વિશ્વ વિદ્યાલય તથા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ – કડી ગાંધીનગર સંલગ્ન સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી દ્વારા “ફિઝીયો ઝેનીથ -2025” રાષ્ટ્રીય ફિઝીયોથેરાપી પરિષદનું આયોજન EVIDENCE TO EXCELLENCE SHAPING PHYSIOTHERAPY’S FUTURE વિષય ઉપર કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટશ્રી વલ્લભભાઈ એમ પટેલ સરની પ્રેરણા અને દીર્ધ દૃષ્ટિથી તા. 5/3/2025 થી 7/3/2025 સુધી સેક્ટર 12 ખાતે યોજવામાં આવી હતી. આ “ફિઝીયો ઝેનીથ -2025” રાષ્ટ્રીય પરિષદનું ગણેશ વંદનાથી ઉદ્દઘાટન કડી સર્વ વિશ્વ વિદ્યાલયના ઇન્ચાર્જ ડાયરેકટર ડો.ગાર્ગી રાજપરા, ડો.સંજય ત્રિવેદી,આર્થ્રોસકોપીક સર્જન આદ્ય હોસ્પિટલ અમદાવાદ., ડૉ. ગોલ્ડી સાગર, કમાન્ડન્ટ મેડિકલ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ગુજરાત ફ્રન્ટિયર., ડો.નીલિમા પટેલ, માનદ ડાયરેક્ટર ઓફ ફિઝીયોથેરાપી, પારુલ યુનિવર્સિટી,વડોદરા પ્રો.અરુણાચલન પ્રિન્સીપાલ માધવ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી,માધવ યુનિવર્સિટી રાજસ્થાન., હસ્તે કરવામાં આવ્યું હતું. ડો.ગાર્ગી રાજપરા દ્વારા સંસ્થાનો પરિચય આપવામાં આવ્યો હતો. સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપીના પ્રિન્સીપાલ ડો.કે વૈદિયનાદન દ્વારા સ્વાગત પરિચય કરવામાં આવ્યો હતો. ફિઝીયો ઝેનીથ -2025ના સોવિનિયરનું વિમોચન પણ આવનાર મહેમાનશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ ત્રિ-દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં વિવિધ ફિઝીયોથેરાપી કોલેજના 505 જેટલા વિધાર્થી ડેલીગેસ્ટ તથા 100 જેટલા પ્રોફેશનલ ડેલીગેસ્ટે ભાગ લીધો હતો. તથા આ પરિષદમાં એક્સપર્ટ ટોક, પેનલ ડિસ્કશન, ક્વીઝ ,પોસ્ટર પ્રેજેન્ટેશન, ટેટુ મેકિંગ,વગેરે જેવી વિવિધ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પરિષદમાં સંશોધકો દ્વારા પેપર પ્રેજેન્ટેશન અને વિશેષજ્ઞોએ વ્યાખ્યાનો રજુ કર્યા હતા.જેમાં ડો. દિનેશ સોરાણી, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ સરકારી ફિઝીયોથેરાપી કોલેજ જામનગર, ડો.સંજય ત્રિવેદી,અર્થ્રોસકોપીક સર્જન આદ્ય હોસ્પિટલ અમદાવાદ., ડો.સર્વનન એમ. ઇન્ચાર્જ પ્રિન્સીપાલ, શ્રી ભારતીમૈયા કોલેજ ઓફ ફિઝીયોથેરાપી.,ડો.જયપ્રકાશ. ડી.સીનીયર લેકચરર, સરકારી ફિઝીયોથેરાપી કોલેજ એન્ડ સ્પાઇન ઇન્સ્ટીટયુટ અમદાવાદ.,ડો.શ્રધ્ધા દિવાન, લેકચરર,એસ.બી.બી. કોલેજ ઓફ ફિઝીયોથેરાપી., ડો.આર.એસ.ભાટીયા., ન્યુરોલોજીસ્ટ ન્યુરો કલીનીક ,અમદાવાદ,ડો.જસપ્રીત કૌર કાંગ, પ્રિન્સીપાલ,કે.ડી. ઇન્સ્ટીટયુટ ઓફ ફિઝીયોથેરાપી., ડો.ધારા શર્મા, પ્રિન્સીપાલ, સિલ્વર ઓક કોલેજ ઓફ ફિઝીયોથેરાપી., તથા નિષ્ણાત વ્યાખ્યાતા તરીકે ડો ડો.નીલિમા પટેલ, માનદ ડાયરેક્ટર ઓફ ફિઝીયોથેરાપી,
પારુલયુનિવર્સિટી,વડોદરા, ડો.પ્રિયાંશુ રાઠોડ., ડીન, ફેકલ્ટી ઓફ મેડીસીન , આર.કે. યુનિવર્સિટી, રાજકોટ., પ્રો.અરુણાચલન પ્રિન્સીપાલ માધવ કોલેજ ઓફ ફિઝીયોથેરાપી,માધવ યુનિવર્સિટી, ડો.નેહલ શાહ, ઇન્ચાર્જ પ્રિન્સીપાલ, એસ.બી.બી. કોલેજ ઓફ ફિઝીયોથેરાપી., ડો.મેધા સંદીપ શેઠ, લેકચરર,એસ.બી.બી. કોલેજ ઓફ ફિઝીયોથેરાપી.,ડો.સમીપ શાહ, હેડ ફિઝીયોથેરાપીસ્ટ, જયપુર પિંક પંથેર્સ, સહિતના વિશેષજ્ઞોએ પોતાના વિષય પર વ્યાખ્યાનો આપ્યા હતા. પ્રથમ દિવસે ઉદ્દઘાટનમાં આભાર વિધિ સી.એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપીના એસોસિયેટ પ્રો. ડો.રચિતા હાડા દ્વારા કરવામાં આવી હતી. સમાપનમાં સંશોધકોને સર્ટીફિકેટ અને અવોર્ડ ડો.રેજી સેમ્યુલ, પ્રિન્સીપાલ,સી.યુ.શાહ કોલેજ, ડો.નેહલ શાહ, ડો.કે વૈદિયનાદનના હસ્તે આપવામાં આવ્યા હતા. અને સમાપનમાં આભાર વિધિ સી. એમ. પટેલ કોલેજ ઓફ ફિઝીયોથેરાપીના એસોસિયેટ પ્રો. ડો.પાર્થ ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. આ “ફિઝીયો ઝેનીથ -2025” રાષ્ટ્રીય ફિઝીયોથેરાપી પરિષદને સફળ બનાવવામાં પરિષદના કો-કન્વીનિયર પ્રો. ડો. મયુર સોલંકી તેમજ તમામ અધ્યાપકો અને વોલેન્ટીયર્સ વિધાર્થીઓએ ખુબ જ જહેમત ઊઠાવી છે. પેરા મેડીકલ ક્ષેત્રે વિધાર્થીઓ સક્ષમ બને એવા ઉદ્દેશ સાથે કડી સર્વ વિશ્વ વિદ્યાલય કર ભલા હોગા ભલા સૂત્રને સાર્થક કરી રહી છે.