ગાંધીનગર

NSSના 900 સ્વયંસેવકોની બે દિવસીય તાલીમ શિબિરનું સફળતાપૂર્વક સમાપન

કડી સર્વ વિશ્વવિદ્યાલયના ૯૦૦ સ્વયંસેવકોની તાલીમ ૪ માર્ચના રોજ પૂર્ણ  થઈ જેમાં તેઓને પાયાની વનીકરણ પદ્ધતિઓ વિશે જાગૃતિ,જૈવ-વિવિધતા, સામાજિક વનીકરણ જેવા મુદાઓ તેમજ પર્યાવરણ નું જતન જે આપણા બંધારણની મૂળભૂત ફરજમાં સમાવિષ્ટ થાય છે.આથી પ્રકૃતિની જાળવણી એ આપણી નૈતિક ફરજ છે.જે માટે વિદ્યાર્થીઓને ઉપરોક્ત બે દિવસીય તાલીમમાં તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.વન્યક્ષેત્રોમાં સ્વચ્છતા,પ્લાસ્ટિકમુક્ત વન્યક્ષેત્ર સહિત વિવિધ વનસ્પતિ,વન્યજીવની જાળવણી જેવી બાબત ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

સમગ્ર આયોજનમાં વનવિભાગના પ્રસારણ વિભાગના નાયબ વનસંરક્ષક વિભાબેન ગોસ્વામી તેમજ તેઓની ટીમ દ્વારા સંશોધન અને તાલીમ પાંખના વડા કે.એસ.રંધાવા સાહેબ (APCCF) ના  માર્ગદર્શનમાં આયોજન કર્યું હતું.ઉપરોક્ત તાલીમ શિબિરના આયોજનમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS વિભાગના પ્રોગ્રામ કોઓર્ડીનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા યુનિવર્સિટી તરફથી સંકલન કરવામાં આવ્યું હતું.તાલીમ દરમ્યાન તજજ્ઞ ટીમ દ્વારા પ્રકૃતિ અને વન્ય જીવો બાબતે માહિતી આપી હતી.

તાલીમના બીજા દિવસે સ્વયંસેવકોને પ્રાયોગિક તાલીમ માટે પોલો ફોરેસ્ટ અથવા ઇન્દ્રોડા વન્ય  ઉધાન ખાતે લઈ જવામાં આવ્યા હતા. અને ઉપરોક્ત સ્થળ પર ખૂબ ઉમદા માર્ગદશન આપ્યું હતું.જે સ્વયંસેવકોની તાલીમ પૂર્ણ થઈ છે તેઓએ તેમના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે  આ બે દિવસીય તાલીમ અવિસ્મરણીય રહી.તેઓને પાયાનું જ્ઞાન મળ્યું અને આ મેળવેલ માહિતી અને જ્ઞાન તેઓ NSS ની શિબિરો થકી સમાજ ના અન્ય લોકો સુધી પહોંચડશે.તેમજ ભવિષ્યમાં આવી વધુ તાલીમ માટે ઉત્સાહ અને તત્પરતા બતાવી હતી.

યુનિવર્સિટી ના ૯૦૦ સ્વયંસેવકો ઉપરોક્ત તાલીમનો લાભ મેળવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના બીબીએ,બીસીએ,બીકોમ,બી.એસ.સી અને એન્જિનયરિંગ કોલેજના સ્વયંસેવકો ઉપરોક્ત શિબિરના લાભાર્થી  બન્યા છે.આમ પર્યાવરણીય મુદ્દાઓ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવા આવી શિબિરો ઉપયોગી થશે, સાથેસાથે સ્થાનિક ગ્રામીણ અને આદિવાસી સમુદાય અને અન્ય વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સુધી જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x