ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ વિભાગ દ્વારા, “બાન્કો કંપની”ખાતે “વિશ્વ મહિલા દિવસ”ની ઉજવણી
જંબુસર વડોદરા રોડ પર આવેલી “બાંકો”કંપની ખાતે, જંબુસર પોલીસ સ્ટેશનના સહયોગથી વિશ્વમહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું.નારી શક્તિના ઉદાહરણ રૂપ જંબુસર પોલીસ સ્ટેશનના મહિલા અફસરો, મહિલા કોન્સ્ટેબલોએ ઉપસ્થિતિ રહી, કંપનીમાં કામ કરતી મહિલાઓને પ્રેણા, પ્રોત્સાહન અને સંઘર્ષ સામે જજુમવા હાકલ કરી. કાર્યક્રમનો શુભારંભ જંબુસર પોલીસ સ્ટેશનના મહિલા ઓફિસર પૂર્ણિમાબેન તેમજ જંબુસર જનરલ હોસ્પિટલના ડોકટર તસ્નીમ ઘાંચી દ્વારા રિબન કાપીને કરવામાં આવી.
કંપનીના મહિલા કામદારો તેમજ કર્મચારીઓને જંબુસર પોલીસ અને ઉપસ્થિત મહેમાનોએ, કંપનીના અધિકારીઓએ, બહેનોને લગતા વિકાસના કામો, દિવસે,-દિવસે મહિલાઓ દ્વારા દુનિયાના દરેક ક્ષેત્રમા પ્રગતિ કરી રહેલ મહિલાઓના ઉદાહરણો આપી, જંબુસર પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓની સુરક્ષા માટે લેવામાં આવતા પગલાં, કાયદા, કાનૂન, બેનોને લગતી સરકારની સુવિધાઓ અને યોજનાઓ, તેમજ,”C”ટીમની કામગીરીવિશે બહેનોને અવગત કરવામાં આવી.
ઉપસ્થિતો અને પોલીસ અફસરો તેમજ કંપનીના ઉચ્ચપદાધિકરીઓ દ્વારા, મહિલાઓને પુષ્પગુચ્છ, ગિફ્ટ, મહિલા હેન્ડ બેલ્ટ તેમજ, વુમન્ડે લોગો અર્પણ કરવામાં આવ્યા. ડૉ. તુષાર પટેલ સંચાલિત જંબુસર જનરલ હોસ્પિટલના ડૉ. તસ્નીમ ઘાંચી દ્વારા બેહેનોને લગતી,સ્ત્રીરોગ, આંતરિક શારીરિક સમસ્યાઓ બાબતે, બહેનોને મુંઝવતા પ્રશ્નોની ચર્ચા કરી આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી.
કાર્યક્રમને અંતે કેક કાપી, એક બીજાને કેક આપી મ્હોં મીઠુ કરી, બહેનો ધ્વરા ગરબાનું આયોજન પણ કરવામાં આવેલ હોય, અલ્પાહાર લઇ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો. વિશ્વમહિલા દિવસની ઉજવણી પ્રસંગે કંપનીના હોલમાં, કંપનીના ડાઇરેક્ટર, કંપનીના એચ.આર.હેડ કેયુર પટેલ, ચંદનદાસ, વિવેકભાઈ, સિક્યુરિટી હેડ,વિક્રમભાઈ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો તેમજ મહિલા પોલીસ જવાનો, સુરક્ષા સેતુ સોસાયટી જંબુસરના હેડ કોન્સ્ટેબલ,રાકેશભાઈ પટણી, જંબુસર રેફરલ હોસ્પિટલના નર્સ બેન, કંપની કર્મચારી ગણ સર્વે ઉપસ્થિતિ રહ્યાના સમાચાર મળી રહ્યા છે.