અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ પોલીસ બેડામાં સતત હાર્ટ એટેકના બનાવો વધતા ચિંતાનો માહોલ છવાયો છે. આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ બચુભાઈનું હાર્ટ એટેકથી નિધન થયું છે. મૃતક હેડ કોન્સ્ટેબલને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. તેમના આકસ્મિક નિધનથી પરિવારમાં તેમજ પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ છે.
અમદાવાદ પોલીસ બેડામાં હાર્ટ એટેકથી મોત થવાનો આ પહેલો બનાવ નથી. અગાઉ 07-03-2025ના રોજ એક પીઆઈનું હાર્ટ એટેકથી મોત થયું હતું. તેમજ 03-03-2025ના રોજ એક કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. આમ, ટૂંકા ગાળામાં પોલીસ કર્મીઓના હાર્ટ એટેકથી મોતના બનાવોમાં વધારો થતા પોલીસ બેડામાં ચિંતાનો માહોલ છવાયો છે.