ગાંધીનગરમાં ‘રંગરેવ’ ધુળેટી ઉત્સવ: ડી.જે. પર્લ અને કિર્તીદાન ગઢવીની ધૂમ
સુપ્રસિદ્ધ લોકકલાકાર કિર્તીદાન ગઢવી ચીફ ગેસ્ટ તરીકે ધૂળેટી પર્વ પર ઉત્સવના રંગોથી રંગાશે
ગાંધીનગર
ગાંધીનગરમાં હોળી-ધુળેટીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે વિવિધ આયોજનો થયેલા જોવા મળી રહ્યાં છે. પાટનગરના આંગણે પહેલીવાર મુંબઈની ખ્યાતનામ ડી.જે. પર્લ એન્ડ ગ્રુપ દ્વારા તા.૧૪ જાન્યુઆરીએ ગુજરાતીઓની રંગોનો ઉત્સવ ‘ધુળેટી પર્વ’ પર ‘રંગરેવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ કેમિકલ ફ્રી રંગોથી ધુળેટી રમાડવામાં આવશે.
આ ‘રંગરેવ’ કાર્યક્રમમાં રેઇન ડાન્સ, તેમજ મુલતાની માટીનું મડ સેટઅપ સાથે સવારે ૯થી બપોરે ૩ કલાક સુધી ગાંધીનગરના રાયસણમાં જાનવી ફાર્મ ખાતે યોજવા જઈ રહ્યું છે. ડી.જે. પર્લની સાથે આપણી સાથે રંગે રમવા આવી રહ્યા છે ‘રંગરેવ’ના ચીફ ગેસ્ટ જાણીતા લોકકલાકાર કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહેશે.
‘રંગરેવ’ ઇવેન્ટના પાસ બુકીંગ માટે Love My Show, Book My Show અથવા Me Pass ઉપર ઓનલાઇન ઉપલબ્ધ રહેશે. ઓફલાઈન પાસ મેળવવા માટે મોબાઇલ નંબર: 9978670534 પર સંપર્ક કરી શકાશે. વધુ વિગત માટે ‘રંગરેવ’ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી માહિતી મેળવી શકાશે.