ગાંધીનગર એડવાઈઝરી કમિટીની બેઠક જિલ્લા આરોગ્ય અધિકારી ગાંધીનગરની કચેરી, આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ખાતે યોજાઇ
ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે ધ પી.સી.પી.એન.ડી.ટી એક્ટ ૧૯૯૪ અંતર્ગત એડવાઇઝરી કમિટીના નવા સભ્યોની નિયુકતિ કરવામાં આવી હતી. જેમાં કલેક્ટર સાહેબ દ્વારા ફાઇલ પર મંજુરી લઇ નવા કમિટી મેમ્બર તરીકે લાયોનસ ક્લબના પ્રમુખ મીનાક્ષી જય સીધાનીયા અને અધ્યક્ષ તરીકે અને આઇ વી ફાઉંડેશન(એન.જી.ઓ)ના પ્રોગ્રામ ચીફ ઓફિસર શિવાનીબેન જૈનની સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
આ કમિટી બેઠકમાં ન્યુ રજિસ્ટ્રેશન રીન્યુઅલ રજિસ્ટ્રેશન , ક્લિનિક ચકાસણી ,હોસ્પિટલ સોનોગ્રાફી મશીન સીલ કર્યાની જાણ કરવા બાબત , સેકસરેશીયો માહિતી વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
આ કમિટી બેઠકમાં ડો.એ જે વૈષ્ણવે પી.સી.પી એન ડી ટી એક્ટ અંતર્ગત, સોનોગ્રાફી ક્લિનિક ચકાસણી કરવા ઓછા સેક્સ રેસીયો ધરાવતા હોસ્પિટલની સ્પેશિયલ નજર રાખવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ગાંધીનગર દ્વારા સૂચના આપવામાં આવી હતી. તથા પીસી પી એન ડી ટી કાયદા નું અમલીકરણ સુદ્રઢ બને તે બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠક અંતર્ગત ડો.ગૌતમ નાયક, ડો. વિજય ચૌહાણ, GMCના ડો.હરેશ પટેલ કમિટીના સભ્યો વગેરે હાજર રહ્યા હતા.