હોળી-ધૂળેટી પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રજાજનોને શુભેચ્છાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને રંગ ઉમંગના ઉત્સવ હોળી-ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી છે. આ ઉત્સવ જન-જનના જીવનને ખુશી, સમૃદ્ધિ અને ઉલ્લાસના રંગોથી તરબતર કરી દે તેવી શુભકામનાઓ તેમણે વ્યક્ત કરી છે.
હોલિકા દહનની સાથે આસુરી શક્તિઓ, અનિષ્ટો, સામાજિક કુરિવાજો અને બદીઓનું પણ સમાજમાંથી દહન થાય તથા સમરસતા, સૌહાર્દ અને સદભાવ સાથે સુખ સમૃદ્ધિના રંગો ચોમેર પ્રસરે તેવી મંગલકામના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીશ્એ રંગોનું આ પર્વ સામાજિક સમરસતાને ઉજાગર કરતું પર્વ પણ બની રહે તેવી અપેક્ષા વ્યકત કરી છે.