ગાંધીનગરમાં ક્રિકેટરોએ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરી
ગાંધીનગરમાં હોળી-ધુળેટીની ઉજવણીમાં ક્રિકેટનો રંગ ભળ્યો. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ રંગોના આ તહેવારને ધામધૂમથી ઉજવ્યો. IPLની તૈયારી માટે ગાંધીનગર આવેલા ખેલાડીઓએ મેચની પ્રેક્ટિસ વચ્ચે ધુળેટીની મજા માણી હતી. હેડ કોચ આશિષ નેહરા સહિત ટીમના તમામ ખેલાડીઓ રંગબેરંગી કલરથી રંગાયા હતા. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ એકબીજાને રંગો લગાવીને ધુળેટીની ઉજવણી કરી હતી. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ખેલાડીઓ અને કોચ આશિષ નેહરા એકબીજાને રંગો લગાવીને ધુળેટી રમતા જોવા મળે છે.