ગાંધીનગર

માધવગઢમાં મહાકાળી નાઇટ દડી ક્રિકેટ ટુર્નામેન્ટ થઈ શરૂ

માધવગઢ ગામના નીલકંઠ મહાદેવ મંદિર પાસેના મહાકાળી ગ્રાઉન્ડ ખાતે છેલ્લા આઠ વર્ષથી યોજાતી મહાકાળી નાઇટ પ્લાસ્ટિક દડી ક્રિકેટ ટુર્નામેન્ટનો તારીખ ૧૫ માર્ચ, ૨૦૨૫ ના રોજ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી આ ટુર્નામેન્ટ રાત્રિના સમયે યોજાતી હોવાથી ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ પ્રસંગે ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિલીપ પટેલ, તાલુકા પ્રમુખ નિયલ પટેલ (ભાજપ સંગઠન), દીપકભાઈ શાહ, નિરવ પટેલ, ગાંધીનગર તાલુકા સદસ્યના પતિ રાકેશ ચૌહાણ, ગામના સરપંચ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.સૌ મહેમાનોનું ટુર્નામેન્ટ આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને નીલકંઠ મહાદેવ મંદિરના અવનીસ ગીરી બાપુએ તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા. ગ્રાન્ટ અને અન્ય સુવિધાઓની ગામના રહીશોની માંગણીઓ અંગે ઉપસ્થિત મહાનુભાવોએ શક્ય તેટલી વહેલી તકે તેનો અમલ કરવાનું આશ્વાસન આપ્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, મોમરોલી, સિતવાડા, મજરા, પાટનાકુવા, બોભા, કતપુર અને આજુબાજુના ગામો તેમજ ગાંધીનગર જિલ્લાના મુબારકપુર, ભારતી, સોનારડા, સલંકી, અમજા, જાખોરા, સિહોલી, ધણપ, નાંદોલ, સાદરા, કલ્યાણપુર, મોતિપુરા, ચિલોડા, ચંદ્રાલા, ગાંધીનગર, પેથાપુર, કલોલ, માણસા વગેરે ગામોના ક્રિકેટ પ્રેમીઓ મોટી સંખ્યામાં આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જોડાયા હતા. માધવગઢ ગામના રહીશો દ્વારા બહારથી આવતા ક્રિકેટ પ્રેમીઓનું ઉમળકાભેર સ્વાગત કરીને ટુર્નામેન્ટની પ્રથમ મેચ શરૂ કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનું સ્કોર બોર્ડ ઓનલાઈન CricHeroes App પર “Mahakali Night Plastic Dadi Turnament Season 5 Madhavgadh” પર ઉપલબ્ધ છે, જેથી દરેક ક્રિકેટ પ્રેમીઓ ઘરે બેઠા પણ મેચનો આનંદ માણી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x