ભારતીય સેનાની વિવિધ જગ્યાઓ પર ભરતી
ભારતીય સેનાની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. જે અન્વયે અપરણિત મહિલા ઉમેદવારો માટે અગ્નિવીર જનરલ કડ્યૂટી (યુમન મિલીટરી પુલિસ) ભરત ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. તેમજ પુરૂષ ઉમેદવારો માટે સિપોઈ ફાર્મા, નર્સિંગ આસિસ્ટંટ, હવાલદાર, જુનિયર કમિશન ઓફીસર અને રિલીજીયસ ટીચર જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. જેની લઘુત્તમ શૈક્ષણિક અને શારિરીક લાયકાતની માહીતી માટે તેમજ ઓનલાઈન અરજી કરવા માટે ઓફીશ્યલ વેબસાઈટ: www.joinindianarmy.nic.in ની મુલાકાત લેવી.તેમ જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.