બેટિંગ એપ કેસ: 25 સેલિબ્રિટી વિરુદ્ધ FIR
તેલંગણા પોલીસે બેટિંગ એપનો પ્રચાર કરવાના કેસમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 6 મોટા સુપરસ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સહિત 25 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યા છે. ફિલ્મ ‘બાલુબલી’ના ભલ્લાલ દેવ એટલે કે રાણા દગ્ગુબાટી અને વિજય દેવરકોંડા પણ આ કેસમાં ફસાયા છે. મિયાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, બિઝનેસમેન ફણીંદ્ર શર્માએ આ સેલિબ્રિટીઓ વિરુદ્ધ કેસ નોંધાવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. રાણા અને વિજય ઉપરાંત નિધિ અગ્રવાલ, પ્રકાશ રાજ, માંચૂ લક્ષ્મી અને શોભા શેટ્ટી જેવા મોટા નામ સામેલ છે. અમૃતા ચૌધરી, નયની પાવની, પાંડુ, નેહા પઠાણ, પદ્માવતી, ઈમરાન ખાન, હર્ષ સાઇં, બચ્ચા સન્ની યાદવ, શ્યામલા, વિષ્ણુપ્રિયા, ટેસ્ટી તેજા અને રિતુ ચૌધરીનું પણ નામ સામેલ છે. આ તમામ સિલિબ્રિટિ વિરુદ્ધ બીએનએસની કલમ 3, 3(એ), 3 અને આઈટી એક્ટની કલમ 66ડી હેઠળ કેસ નોંધાયો છે.