સ્તન પકડવું બળાત્કાર નહીં: અલ્લાહાબાદ હાઈકોર્ટનો વિવાદાસ્પદ ચુકાદો
અલ્લાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામમનોહર નારાયણ મિશ્રાએ ૨૦૨૧ના સગીર બાળકી પર બળાત્કારના પ્રયાસના કેસમાં ચુકાદો આપ્યો છે. તેમણે કહ્યું કે, “પીડિતાના સ્તન પકડવા અથવા કપડાં ઉતારવાનો પ્રયાસ બળાત્કારનો ગુનો નથી, પરંતુ જાતીય સતામણી છે.” આ નિવેદનથી વિવાદ સર્જાયો છે.
ઉત્તર પ્રદેશના કાસગંજમાં બનેલી ઘટનામાં ૧૧ વર્ષની બાળકી અને તેની માતા પર પવન અને આકાશ નામના બે આરોપીઓએ હુમલો કર્યો હતો. પીડિતાની માતાની ફરિયાદ મુજબ, આરોપીઓએ બાળકીના સ્તન પકડીને તેના પાયજામાનું નાડું તોડવાનો પ્રયાસ કર્યો હતો.
હાઈકોર્ટે આરોપીઓની અરજીને મંજૂર રાખીને ટ્રાયલ કોર્ટને છેડતી અને પોક્સો એક્ટની અન્ય કલમો હેઠળ સમન્સ પાઠવવા આદેશ આપ્યો હતો. ન્યાયાધીશ મિશ્રાના આ ચુકાદાથી મહિલા સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે અને વિરોધ થઈ રહ્યો છે.