સંસદના ચોમાસુ સત્રની સમાપ્તી મહત્ત્વનું GST બિલ પસાર થયું
નવી દિલ્હી, તા. ૧૨
ચોમાસુ સત્ર પૂર્ણ થતા સંસદને હાલ અચોકકસ મુદત માટે મુલતવી રાખવામાં આવી છે, ચોમાસુ સત્રમાં સંસદે ૨૦ બેઠકો યોજી હતી. જેમાં જીએસટી અંગેના બંધારણીય સુધારાનું બિલ, તેમજ કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાનો સર્વાનુમતે પસાર થયેલો ખરડો વગેરે સંસદના સત્રની મહત્વની કામગીરી રહી.
આ સત્ર દરમિયાન, ગૃહની કાર્યવાહીનો વિડિયો તૈયાર કરીને ‘અપલોડ’ કરનાર આપના સાંસદ ભગવત માનને ગૃહમાં હાજર રહેવાનો પ્રતિબંધ ફરમાવાયો. તેમના આ કૃત્ય અંગે પગલાં લેવા ગૃહ અધ્યક્ષા સુમિત્રા મહાજને સમિતિ રચી છે. તો રાજયસભાના વડા હમિદ અન્સારીએ પણ સંસદની કાર્યવાહીને ખુબ જ પ્રોત્સાહક ગણાવતા દેશ માટે ચિંતાજનક બાબતો, ફુગાવા જનિત પરિબળો, કાશ્મીરની કથળેલી સ્થિતિ અને દલિતો પરના હુમલાઓ અંગે પણ ગૃહમાં ચર્ચા થઈ.
લોકસભાના વડા સુમિત્રા મહાજને પણ ગૃહની કાર્યવાહી અંગે આવોજ મત વ્યકત કરતા કહ્યું કે ગૃહના ૬ કલાક અને ૩૩ મિનિટ નિરર્થક વિવાદમાં પસાર થયા છતાં, ગૃહે ઘણી સારી ફરજ બજાવી છે. જેમાં ઉપલા ગૃહ, રાજ્યસભાએ ૧૪ ખરડા પસાર કર્યા, તો નીચલા ગૃહ, લોકસભાએ ૧૩ ખરડા પસાર કર્યા છે.
જેમાં જીએસટી ઉપરાંત, બેનામી હવાલાઓ, (પ્રતિબંધક) બિલ, કરના કાયદાઓ (સુધારણા), ફેકટરીઝ (સુધારણા) બિલ, કર્મચારીઓને વળતરનો કાયદો (સુધારણા) અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ બિલ, (સુધારણા) ખરડાઓ પસાર કરાયા છે. જે જન સામાન્યને સ્પર્શતા હોવા છતાં, જી.એસ.ટી.ના ઘોંઘાટમાં ભાગ્યે જ કોઇને સંભળાયા છે.